મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સાણંદ | પાણી માટે જનતા તરસે, બીજી તરફ મુખ્ય રોડ પર હજારો લિટર પાણીનો વેડફાટ!

સાણંદના મુખ્ય રોડ પર નવા બાયપાસ નજીક પાણીની લાઈનમાં પંચર પડતાં પાણીના ઊંચા ફુવારા ઉડતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. પાણીની લાઈનમાંથી મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર વહી જતાં પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે.   એક તરફ સાણંદની જનતા શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે નગરપાલિકા અને તંત્ર સમક્ષ આવેદનપત્રો આપી રહી છે, અનેક વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાને લઈને પરેશાન છે અને પાણી વિના વલખા મારી રહ્યા છે.   તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે જાહેર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાઈ પાણીના ધોધ વહી રહ્યા છે.   નવા બાયપાસ નજીક પાણીનો બેફામ વેડફાટ, પાણીની લાઈનમાં પંચરથી ઊંચા ફુવારા, તંત્રની કામગીરી સામે સવાલો, પાણી બચાવવાની વાતો વચ્ચે જાહેર પાણીનો આટલો વેડફાટ કેમ?   આખરે તંત્રની નજર ક્યારે પડશે? પાણીનો આ વેડફાટ બંધ કરવા જવાબદાર તંત્ર ક્યારે સ્થળ પર પહોંચશે અને પાણીની લાઈનનું સમારકામ ક્યારે થશે