મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સાણંદ | તેલાવ પ્રાથમિક શાળામાં “વિકસિત ભારત @2047” અને “સેવા અને સુશાસન” વિષય પર તાલુકા કક્ષાની ચિત્રકલા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

સાણંદ તાલુકાના તેલાવ પ્રાથમિક શાળા ખાતે “વિકસિત ભારત @2047” અને “સેવા અને સુશાસન” વિષય પર તાલુકા કક્ષાની ચિત્રકલા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.   કાર્યક્રમમાં ભાજપ અમદાવાદ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દાવડા, જિલ્લા કારોબારી ચેરમેન મહેશભાઈ ઠાકોર, જિલ્લા સદસ્ય પુષ્પારાજ વાઘેલા, બાબુભાઈ જાદવ, જિલ્લા શિક્ષણ ચેરમેન, તાલુકા પ્રમુખ, તાલુકા કારોબારી ચેરમેન વિક્રમભાઈ ઠાકોર, ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ગુલાબભાઈ બૌદ્ધ, તેલાવ સરપંચ, સાણંદ BRC અધ્યક્ષ કોમલબેન પટેલ, તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.   ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.   ચિત્રકલા તથા વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓને ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ, સાણંદ દ્વારા મહેમાનોના હસ્તે ઇનામ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.   કાર્યક્રમના અંતે મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચિત્રકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવતા ઉપસ્થિત મહેમાનોએ શાળા પરિવારની કામગીરીને પણ અભિનંદન પાઠવ્યા હતા.   આ પ્રસંગે ભાજપ અમદાવાદ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દાવડા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સર્જનાત્મકતા, રાષ્ટ્રનિર્માણ અને સમાજસેવા પ્રત્યે જાગૃત બનવા પ્રેરણા આપી હતી.   કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને “વિકસિત ભારત @2047”ના સંકલ્પને સાકાર કરવા નવી પેઢીની ભૂમિકા અંગે પણ જાગૃતિ ફેલાઈ હતી.