GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સાણંદ/ માણકોલ–જુવાલ રોડની હાલત બિસ્માર, વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર
રિપોર્ટેડ બાય: ગુલાબ બૌધ્ધ, સાણંદપ્રકાશિત :

સાણંદ તાલુકાના માણકોલથી જુવાલને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા રોડનું સમારકામ કરવામાં આવતું ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
માણકોલથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા જુવાલ ગામ તરફ જતો રોડ બિસ્માર બની ગયો છે. ખાસ કરીને માણકોલથી આશરે 3 કિલોમીટર દૂર રોડ પર પાણીના પ્રવાહ વચ્ચે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડની ખરાબ હાલતને કારણે સાણંદ આવન-જાવન કરતા લોકો, નોકરી-ધંધા માટે જતા લોકો તેમજ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વરસાદી પાણી વચ્ચે વાહનચાલકોને જીવના જોખમે રસ્તો પસાર કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે રોડની સ્થિતિને કારણે અકસ્મતનો ભય પણ વધ્યો છે.
હાલત એટલી ગંભીર બની છે કે એક મોટું ડમ્પર રોડ વચ્ચે ફસાઈ ગયું હતું, જેને બહાર કાઢવા માટે JCB મશીનનો સહારો લેવો પડ્યો હતો. જુવાલ સહિત આસપાસના ગામોના રહેવાસીઓ અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે માણકોલ–જુવાલ રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરી રસ્તો વાહનચાલકો માટે સુરક્ષિત બનાવવામાં આવે. તંત્ર દ્વારા હવે પણ આંખ આડા કાન કરવામાં આવશે કે તાત્કાલિક રોડની કામગીરી શરૂ થશે? તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.
