મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

આમોદ્રા વિનય મંદિર માં NEP 2020 અંતર્ગત TLM પ્રદર્શન યોજાયું.

વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ સાધનો બનાવી શિક્ષણને બનાવ્યું રસપ્રદ, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓની અદ્ભુત સર્જનશીલતા: બે-બેની જોડીમાં રજૂ કર્યા લાઈવ મોડેલ્સ.    શિક્ષણ એ ક્રાંતિનું કેન્દ્રબિંદુ છે અને નવી શિક્ષણ નીતિ ભવિષ્યમાં દેશમાં સર્વાંગી વિકાસ અને પરિવર્તનનું વાતાવરણ ઊભું કરી રહી છે. આ દિશામાં ગીર સોમનાથ જિલ્લાના આમોદ્રા ગામની જાણીતી શાળા 'આમોદ્રા વિનય મંદિર' ખાતે આજે વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક અને રચનાત્મક પ્રતિભાનો અદભુત સંગમ જોવા મળ્યો. શાળામાં આયોજિત TLM (technical learning material) પ્રોજેક્ટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના અઘરા સિદ્ધાંતોને રમતા-રમતા સમજી શકાય તેવા લાઈવ મોડેલ્સમાં ફેરવી દીધા.    આ દ્રશ્યો છે આમોદ્રા વિનય મંદિર હાઈસ્કૂલના... જ્યાં આજે પરંપરાગત ગોખણપટ્ટીવાળા શિક્ષણને અલવિદા કહીને 'Learning by Doing' એટલે કે 'કરીને શીખો'નો મંત્ર ગૂંજી રહ્યો હતો. NEP-2020 અંતર્ગત ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ બે-બેની જોડીમાં મળીને દરેક વિષયના વિષયાંગો પર અનોખા શૈક્ષણિક સાધનો તૈયાર કર્યા હતા. "No Cost - Low Cost" એટલે કે નહિવત ખર્ચે અને ઘરગથ્થુ નકામી વસ્તુઓમાંથી ફેફસાંની કાર્યપદ્ધતિ દર્શાવતી બોટલ, જ્વાળામુખીનું લાઈવ વર્કિંગ મોડેલ, માંગ-પુરવઠાનો ગતિશીલ ગ્રાફ, અને ભાષાના વ્યાકરણને સરળ બનાવતી વિશેષ ઘડિયાળ તૈયાર કરવામાં આવી હતી.