મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિની સંગઠનાત્મક બેઠક યોજાઈ

કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિની સંગઠનાત્મક બેઠક યોજાઈકાલોલ, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬તા. ૧૩/૦૯/૨૦૨૬ના રવિવારના રોજ મળેલ બેઠકમાં થયેલી ચર્ચા-વિચારણા બાદ નક્કી થયા મુજબ દર સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે સંગઠનાત્મક બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે તા. ૨૧/૦૯/૨૦૨૬, સોમવારના રોજ કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન, કાલોલ ખાતે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભુપેન્દ્રસિંહ ખેરના અધ્યક્ષસ્થાને સંગઠન અંગેની બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી:(૧) સેક્ટર મંડળના પ્રમુખો તેમજ કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની નિમણૂક અંગે ચર્ચા.(૨) આગામી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી અંગેના આયોજન બાબતે ચર્ચા.(૩) પ્રજાને પડતી મુશ્કેલીઓ અને હાડમારીના પ્રશ્નો અંગે સંબંધિત તંત્રને આવેદનપત્ર આપવા માટેના આયોજન અંગે ચર્ચા.આ બેઠકમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસ.ટી. સેલના મહામંત્રી શ્રી ગુલસીંગભાઈ રાઠવા, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ચેરમેન શ્રી ભાઈલાલભાઈ રાઠવા તેમજ ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સોમાભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કાલોલ કોંગ્રેસ પરિવારના જિલ્લા, તાલુકા અને શહેરના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠકના અંતે સંગઠનને વધુ મજબૂત બનાવવા, પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તથા આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.