GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પારિજાત વિશ્વાસ ગણપતિ મહોત્સવમાં વટવાના PI એ.એ.વછેટાની હાજરી
રિપોર્ટેડ બાય: રોનક બારોટ, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
ન્યુ વટવા ખાતે આવેલ પારિજાત વિશ્વાસમાં તા. 20/09/2026, રવિવારના રોજ ગણપતિ બાપાના પાવન સાનિધ્યમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. વછેટા તથા નિકુંજભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ ગણપતિ બાપાની મહાઆરતીનો લાભ લીધો હતો. પારિજાત વિશ્વાસના સભ્યો દ્વારા બંને મહાનુભાવોને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાઆરતી પ્રસંગે મોટી સંખ્યામાં સભ્યો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.





