GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી
રિપોર્ટેડ બાય: OM MURUGA ENGLISH SCHOOL, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 5
ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલ ખાતે તા. 14 સપ્ટેમ્બર, 2026ના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ સ્થાપના કાર્યક્રમનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:00 કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ દ્વારા શ્રદ્ધાપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાક ધારણ કરી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસર “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.




