GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નિધિ સ્કૂલ દ્વારા "આપણા રાજા" ગણપતિ મહોત્સવમા અન્નકૂટ દર્શન તેમજ ચિત્ર સ્પર્ધા યોજાયા
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ એસ. ચુડાસમા, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 3
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કૂલ ખાતે તા. 14થી 23 સપ્ટેમ્બર દરમિયાન 10 દિવસીય ‘આપણા રાજા’ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ અંતર્ગત KG વિભાગના વિદ્યાર્થીઓ માટે ‘માય ફ્રેન્ડ ગણેશા’ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિવિધ સ્પર્ધાઓ
ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ‘અન્નકૂટ દર્શન’નું આયોજન કરાયું હતું. વાલીઓ માટે પાણીપુરી સ્પર્ધા સહિત વિદ્યાર્થીઓ માટે માટીના ગણેશ બનાવવાની અને વાલીઓ માટે આરતી ડેકોરેશન સ્પર્ધા યોજાશે. દરરોજ સાંજે 7 વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે. નિધિ સ્કૂલ દ્વારા છેલ્લા 11 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.



