મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રામનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા-હવન યોજાયો: દીર્ઘાયુ માટે કરાઈ પ્રાર્થના

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કાલોલ તાલુકાના રામનાથ ગામે આવેલા શિવાલય રામનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના અને હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને ગ્રામજનોએ પૂજાવિધિ કરી વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મહાદેવજી સમક્ષ પ્રાર્થના કરી હતી.

આ ધાર્મિક કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, વિરેન્દ્ર પરમાર, કૃણાલ બારોટ સહિત યુવા મોરચાના નેતાઓ તેમજ સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી વડાપ્રધાન દેશને પ્રગતિના પંથે આગળ ધપાવતા રહે તેવી મનોકામના વ્યક્ત કરી હતી

.