મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ખેડબ્રહ્મા પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ

જનસેવા થી રાષ્ટ્ર સેવા ના 25 વષઁ પૂણઁ થતાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આવતીકાલ તા.17 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર પરિસરમાં પ્રભારી મંત્રી પ્રધુમન વાંજાની ઉપસ્થિત માં આશિર્વાદનો દીવો કાયઁક્રમ અંતર્ગત પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના અને ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી પલક ત્રિવેદીના વડપણ હેઠળ આજે વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ, વહેપારી મહામંડળ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજયસભાના પૂર્વ સાંસદ રમીલાબેન બારા, મામલતદાર મિતાન્સુ બુબડીયા, તાલુકા વિકાસ અધિકારી નિતીન ચૌધરી, ચીફ ઓફીસર હિતેન્દ્ર પટેલ, આર.એન્ડ બી. વિભાગ સ્ટેટ અને પંચાયતના પ્રતિનિધિ તથા અન્ય અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.