GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કાલોલ તાલુકાની ગ્રામ પંચાયત કચેરીઓમાં અરજદારોને રેવન્યુ અંગેના કામોમાં પડતી મુશ્કેલીઓની રજૂઆત
રિપોર્ટેડ બાય: ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલપ્રકાશિત :
ફોટો 1 / 2
લે તા. 17/09/2026, ગુરૂવારના રોજ કાલોલ તાલુકાની ગ્રામ પંચાયતોમાં પ્રજાને પડતી પેઢીનામું, વારસાઈ તેમજ રેવન્યુને લગતી વિવિધ મુશ્કેલીઓ અંગે મામલતદારશ્રી, કાલોલને આયોજનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમ હાલ રદ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત બાબતે આજે તાલુકા વિકાસ અધિકારીશ્રી, કાલોલ તથા મામલતદારશ્રી, કાલોલની કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, ઉપપ્રમુખ સલીમભાઈ કઠીયા અને મહામંત્રી કિરણભાઈ પરમાર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત બાદ અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે હવે પછી અરજદારોને પેઢીનામું, વારસાઈ તેમજ રેવન્યુને લગતી કામગીરીમાં કોઈ મુશ્કેલી પડશે નહીં.
તેમ છતાં કોઈપણ અરજદારને આ અંગે મુશ્કેલી જણાય તો તેઓ મારો રૂબરૂ સંપર્ક કરી શકે છે અથવા મોબાઈલ નંબર 9925253225 પર સંપર્ક કરવા વિનંતી છે.


