મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મિટિંગ

કાલોલ: કાલોલના કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન ખાતે તા. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેરના પ્રમુખસ્થાને યોજાયેલી બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યક્રમોને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બેઠકમાં દર રવિવારે બપોરે 1 વાગ્યે યોજાતી તાલુકા કોંગ્રેસની બેઠક હવે દર સોમવારે સવારે 11 વાગ્યે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ કાલોલના મામલતદારને આયોજનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં લોકોને પડતી પેઢીનામું, વારસાઈ તેમજ રેવન્યુને લગતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવશે.

બેઠકમાં કાલોલ કોંગ્રેસ પરિવારના જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનને વધુ સક્રિય બનાવવા અને લોકોના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.