GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નેશનલ કરાટે ચેમ્પિયન શિપ માં વિધાર્થીઓએ મેડલ મેળવ્યા
રિપોર્ટેડ બાય: પિનાકીન જાની, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ: ચાંદખેડાના સદારામ બાપા કમ્યુનિટી હોલ ખાતે તા. 6 સપ્ટેમ્બર, 2026ના રોજ 21મી નેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં સી.એન. સ્પોર્ટ્સ એકેડેમીમાં ચાલતી એડવાન્સ ટાઈ ફૂડો માર્શલ આર્ટ્સના વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાતા અને કુમુતે વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અથર્વ ચંદારાણા અને શનાયા ત્રિવેદીએ કાતા તથા કુમુતેમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. નીલમ કુમારીએ કાતામાં સિલ્વર અને કુમુતેમાં ગોલ્ડ, રેયાંશ શાહે કાતામાં બ્રોન્ઝ અને કુમુતેમાં ગોલ્ડ મેળવ્યા હતા. પ્રીશા પંચોલીએ બંને વિભાગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
ધ્રુવીન શાહે કાતામાં બ્રોન્ઝ અને કુમુતેમાં ગોલ્ડ, યાના શાહે કાતામાં ગોલ્ડ અને કુમુતેમાં સિલ્વર, જ્યારે અનેરી શાહે કાતામાં બ્રોન્ઝ અને કુમુતેમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ એકેડેમી અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
