GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ નિમિત્તે ફિઝીયોથેરાપી કોલેજ , મારવાડી યુનિવર્સિટી દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમોનો ભવ્ય ઉજવણી
રિપોર્ટેડ બાય: Faculty of Physiotherapy, Marwadi University Rajkot, Rajkotપ્રકાશિત :
ફોટો 1 / 4
રાજકોટ, તા. 8 સપ્ટેમ્બર 2026: વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ નિમિત્તે મારવાડી યુનિવર્સિટી, રાજકોટની ફિઝીયોથેરાપી કોલેજ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ફિઝીયોથેરાપી, શારીરિક તંદુરસ્તી, રોગ નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
બાલભવન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગોકુલ હોસ્પિટલના સહયોગથી સવારે ફિટનેસ કેમ્પ યોજાયો હતો, જેમાં 139 લોકોએ ભાગ લીધો હતો. કેમ્પમાં આરોગ્યલક્ષી તપાસ સાથે નિયમિત કસરત અને સક્રિય જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મારવાડી યુનિવર્સિટી કેમ્પસ ખાતે ફિઝીયોથેરાપી ઓપીડીમાં યોજાયેલા આરોગ્ય અને ફિટનેસ કેમ્પમાં યુનિવર્સિટી તથા આસપાસના ગામોના 50 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં બ્લડ પ્રેશર, બ્લડ શુગર તપાસ તેમજ ફિઝીયોથેરાપી પરામર્શની સેવા આપવામાં આવી હતી.
આ ઉપરાંત સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે હૃદયરોગ તથા સ્ટ્રોકના જોખમી પરિબળો અને નિવારણ અંગે નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું હતું.
મારવાડી યુનિવર્સિટીની પાંચ ફિઝીયોથેરાપી ઓપીડીમાં કમર, ગરદન, ઘૂંટણ, ખભા, એડી તેમજ સર્જરી બાદની સારવાર સહિતની સેવાઓ નિયમિત આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ દર્દીઓએ ફિઝીયોથેરાપી અને પુનર્વસન સેવાઓનો લાભ લીધો હોવાનું જણાવાયું હતું.




