મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના સુરેલી ગામે થી લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. તથા વેજલપુર પોલીસ

પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના સુરેલી ગામે થી લીલા ગાંજાના છોડ 
સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. તથા વેજલપુર પોલીસ — ફોટો 1
અનસ દાવલા ગોધરા 
પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના સુરેલી ગામે થી લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. તથા વેજલપુર પોલીસ




પ્રાપ્ત માહિતી મુજબ  એસ.ઓ.જી.  સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ.  એ. આર. તડવી, એસ.ઓ.જી. ગોધરાને મળી હતી જે બાતમી ના આધારે  જી. કે. વહુનિયા, પોલીસ ઇન્સ્પેકટર, વેજલપુર પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી સ્ટાફ તથા વેજલપુર પોલીસ સ્ટાફ બે સરકારી પંચોને સાથે રાખી કાલોલ તાલુકાના સુરેલી ગામે ચૌહાણ ફળીયામાં રહેતા કિરણસિંહ શંકરસિંહ ચૌહાણ નાઓના કબ્જા ના ખેતરમાં તેને સાથે રાખી  તપાસ કરતા તેના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ-૫ મળી આવેલ જેનુ વજન કરાવતાં કુલ વજન ૨.૨૬૦ કિ.ગ્રા. થયેલ. જેની કિંમત રૂ.૧,૧૩,૦૦૦/- ની ગણી તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ સદર આરોપી વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે