GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઘોઘંબા તાલુકાના બારીઆફળી ગ્રામ પંચાયતમાં વિધવા મહિલાએ CMOમાં કરી અરજી, બોર મોટરની સરકાર સામે કરી માગ

બારીઆ ફળી ગ્રામ પંચાયત ના સરપંચ ભારતસિંહ બારીઆ સામે કામ માટે હાજીજી કરી છતાં બોર કે હેડપંપનું કામ ન કરી આપ્યું. ખુલ્લે આમ ગામના સરપંચ તેમના કુટુંબ સગા સબંધીઓ મળતિયા લોકોના કામ કરી રહ્યા છે. લોકોને મોટી લોભામણી વાતો કરી રહ્યા છે. ગામનો વિકાસ કરવાના બદલે ગરીબોના હકનું છીનવી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે. મોટા ભાગે મળતિયા લોકોના કામ થાય છે. અને નળ સે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ વેડફાઈ ગઈ અને ઘર સુધી પાણી પણ આવ્યું જ નહીં. અને ખોટા બિલો ફોટા ઓનલાઇન રિપોર્ટ અપલોડ કરી બિલો મૂકી પાસ કરી કાગળો ઉપર કામ બતાવી ઓનલાઇન રિપોર્ટ કરી દીધા. ગામમાં પાણી આવ્યું જ નથી. બારીઆ ફળી ગ્રામ પંચાયત ના પટેલ ફળિયા નો સરકારી કામોમાંથી નામ શેષ કરી દેવાયું. આ ફળિયાને પાંચ વર્ષ વીત્યા છતાં કોઈ સરકારી ગ્રાન્ટ કે કામ જ નથી.