GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ધ્રોલના ખીજડીયામાં વરસાદ ખેંચાતા 25 વીઘા મગફળીના પાક પર ખેડૂતે ફેરવ્યું ટ્રેક્ટર
રિપોર્ટેડ બાય: Kanji Lokhil, જામનગરપ્રકાશિત :

જામનગર: જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે પૂરતો વરસાદ અને સિંચાઈનું પાણી ઉપલબ્ધ ન રહેતાં મગફળીનો પાક સુકાઈ જતાં એક ખેડૂતે 25 વીઘા ખેતરમાં ટ્રેક્ટર ફેરવી પાકનો નાશ કરવાની ફરજ પડી હોવાનો બનાવ સામે આવ્યો છે.
ખીજડીયા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, ચાલુ સીઝનમાં તેમણે 25 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે, વાવેતર બાદ યોગ્ય સમયે વરસાદ ન થતાં તેમજ સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ ન રહેતાં પાક સુકાઈ ગયો હતો. પાક બળી જવાની સ્થિતિ સર્જાતા અંતે તેમણે 25 વીઘાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દેવાનો નિર્ણય લીધો હતો.
ખેડૂતના જણાવ્યા મુજબ, બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિત પ્રતિ વીઘે અંદાજે રૂ.15 હજારથી રૂ.20 હજાર સુધીનો ખર્ચ થયો હતો. આ પ્રમાણે 25 વીઘામાં નોંધપાત્ર ખર્ચ કર્યા બાદ પણ પાકમાંથી આવક થવાની શક્યતા ન રહેતાં ખેડૂત પરિવાર સામે આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે.
પાણી વગર 10 કલાક વીજળીનો શું ઉપયોગ?
ખેડૂતે સરકાર દ્વારા ખેડૂતોને 10 કલાક વીજળી આપવાના દાવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે, બોર અને કૂવામાં પાણી જ ઉપલબ્ધ ન હોય ત્યારે 10 કલાક કે 24 કલાક વીજળી મળે તો પણ તેનો ખેતીમાં ઉપયોગ થઈ શકતો નથી. તેમણે સરકાર સમક્ષ માત્ર વીજળી નહીં પરંતુ સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.
ડેમમાં સૌની યોજનાથી પાણી ભરવાની માંગ
ખીજડીયા ગામ નજીક આવેલા ઊંડ-1 ડેમમાં સૌની યોજનાની લિંક-1ની પાઇપલાઇન મારફતે પાણી ભરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ડેમમાં પાણી ઉપલબ્ધ થાય તો આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
ખેડૂતોના જણાવ્યા મુજબ, ધ્રોલ તાલુકામાં ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં અંદાજે બે ઇંચ જેટલો પણ વરસાદ થયો નથી. વરસાદના અભાવે ખેતી પર ગંભીર અસર પડી હોવાથી ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને યોગ્ય સહાય અને રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.