GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
આજે શીતળા સાતમ : ખેડબ્રહ્માના શીતળા માતાજીના મંદિરે ભક્તો ઉમટયા : ઠંડુ ભોજન જમવાનો મહીમા
રિપોર્ટેડ બાય: ભરત ચૌહાણ, ખેડબ્રહ્માપ્રકાશિત :
ફોટો 1 / 2
આજે શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમનો તહેવાર હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાત સહીત સાબરકાંઠા જીલ્લામાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. રાંધણ છઠના દિવસે અવનવી રસોઈ બનાવેલી હોય તે સાતમના દિવસે ઠંડા પાણીથી સ્નાન કરીને શીતળા માતાજીના દશઁન કરીને ઠંડુ ખાવાનો મહીમા છે.
સાથે નાના બાળકોને કંકુથી રોળવામાં આવે છે એટલે બાળક બીમારીથી દૂર રહે છે તેવુ પુરાણોમાં કહ્યુ છે. અંબાજી રોડ પર ખેતરમાં આવેલ શીતળા માતાજીના મંદિરે માતાજીના દશઁન કરવા ભીડ જામી હતી અને પ્રતિવર્ષની જેમ ભક્તો દ્રારા સંગીતના તાલે ધજારોહણ કરાયુ હતુ. જયારે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહ સોલંકી, મેનેજર દિલીપસિંહ, પુજારી દ્રારા શીતળા માતાજીની પૂજા કરવામાં આવી હતી.
સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં આ એકજ મંદિર મોટુ હોવાથી ભકતો માતાજીના દશઁન કરવા દૂરદૂરથી આવ્યા હતા અને વરસાદનુ આગમન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
શીતળા માતાજીના મંદિર ટ્રસ્ટના પ્રમુખ નવીનભાઈ, બાબુભાઈ, દિગ્વિજયસિંહ, હરેશભાઈ સહીતના ટ્રસ્ટીઓ સવારથી ઉપસ્થિત રહ્યા હતા.