GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

શ્રી વજુભાઈ પરમારને કબીર મેમોરિયલ એવોર્ડ 2026

નવી દિલ્હી ખાતે કોન્સિટયુટ કલબ ઓફ ઈન્ડિયાના સભાગૃહમાં ૨૦૨૬ ના કબિર મેમોરિયલ એવોર્ડ માટે દેશભરમાંથી વિજેતા ના નામ જાહેર થયા જેમાં ગુજરાત રાજ્ય ના જાણીતા ટેકનોલોજીસ્ટ અને ભારત સરકાર માંથી નિવૃત્ત ક્લાસ વન અધિકારી શ્રી વજુભાઈ જી પરમાર નવાગામ તા.માંડલ ને સન્માનિત કરવામાં આવ્યાં.ગત વર્ષે ગોવા ખાતે પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વર્લ્ડ ડિઝાઈન ફોરમ દ્વારા  લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.વારાણસીખાતે ઉચ્ચ શિક્ષણ લઈ ત્રણ દાયકાથી વધુ સરકારી સેવાઓ બાદ  વિવિધ એનજીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી વજુભાઈ -ઈડીઆઈઆઈ,કેસીજી,આઈ હબ ,નઈ દિશા અવેરનેસ ફોરમ, શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ અને ખારાપાટ વણકર વિકાસ ક્રેડિટ સોસાયટી જેવી સંસ્થાઓ સાથે પદાધિકારીઓ સાથે  સમાજસેવાનું ઉત્તમ કામ નિસ્વાર્થ ભાવે કરતાં કરતાં સરકારી આર્ટસ કોલેજ બહુચરાજી ખાતે પ્રોફેસર તરીકે કેસીજી સાથે સેવા આપી રહ્યા છે.