GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પાટણમાં શ્રી પદ્મનાભ મંદિરનું ગર્ભગૃહ ગોલ્ડન વરખથી શોભાયું, દાતા પરિવારે ટ્રસ્ટને કર્યું સમર્પણ
રિપોર્ટેડ બાય: Ashish Shah, પાટણપ્રકાશિત :
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના મંદિરના ગર્ભગૃહને ગોલ્ડન વરખથી સુશોભિત કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે દાતા પરિવારે આ સુશોભિત ગર્ભગૃહ મંદિર ટ્રસ્ટને સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે ભગવાન સમક્ષ આરતી ઉતારવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ મંદિર અને પદ્મનાભ વાડી પરિસરમાં વિવિધ સુવિધાઓ વિકસાવવા ટ્રસ્ટી મંડળ અને સમાજના દાતા પરિવારો દ્વારા સતત સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન ગોલ્ડન ગર્ભગૃહના દાતા રિમાબેન મુકેશભાઈ પ્રજાપતિ અને કાંતાબેન રમણભાઈ પટણી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલભાઈ સ્વામીના સફળ એક વર્ષના કાર્યકાળ બદલ પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર અને પદ્મનાભ વાડી ખાતે તેમના દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી સેવાકાર્યોની સમાજના આગેવાનો અને ટ્રસ્ટી મંડળે પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ અને દાતા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મંદિરના વિકાસ અને સમાજલક્ષી કાર્યોને આગળ વધારવા માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગોલ્ડન ગર્ભગૃહ અને મંદિરના સુશોભનને કારણે પરિસરની સુંદરતામાં પણ વધારો થયો છે.
