GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નિધિ સ્કૂલમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ એસ ચુડાસમા, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 5
નિધિ સ્કૂલમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. રાજકોટ શહેરના વોર્ડ નંબર - ૧ ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાના RBSK ટીમ દ્વારા આજ રોજ 0 થી 18 વર્ષના તમામ બાળકોના નિશુલ્ક સ્કીનિંગ, નિદાન અને સારવારનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, વોર્ડ નંબર - ૧ના શ્યામનગર આરોગ્ય કેન્દ્રના ડો. વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા નિધિ સ્કૂલના કે.જી થી ધોરણ-૮ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો આરોગ્ય તપાસણી કરવામાં આવેલ હતી, તેમજ વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની તપાસ પણ સ્થળ પર જ આરોગ્ય આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી, વિદ્યાર્થીઓને આંખની તકલીફ, કાનની તકલીફ, પેટની તકલીફ વિશે માહિતગાર કરવામાં આવેલ હતા, તેમજ શરીરની સ્વસ્થતા માટે શું કરવું જોઈએ તેની માહિતી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવેલ હતી.





