GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કુમકુમ મંદિર ખાતે ભગવાનને કલાત્મક પવિત્રાના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષથી હિંડોળા ઉત્સવ ઉજવાય છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ પ્રગટ કરવાનું ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ.- સાધુ પ્રેમવત્સલદાસજી
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિવિધ રંગબેરંગી પવિત્રાથી સજાવેલા ભવ્ય હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા.
કુમકુમ મંદિર મણિનગર અને પાલડી ખાતે છેલ્લા એક મહિનાથી ભક્તિભાવપૂર્વક હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, જે શ્રાવણ વદ બીજ (તા. ૩૦ ઓગસ્ટ) સુધી ચાલશે. નિત્ય સાંજે ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિવિધ કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરી ભક્તો દર્શન-આરતીનો લાભ લઈ રહ્યા છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવા માટે સૂતર અને રેશમના તારથી ગૂંથેલા કલાત્મક પવિત્રાના હિંડોળા તૈયાર કરવામાં આવ્યા હતા.
હિંડોળાનો મહિમા વર્ણવતા કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હિંડોળા એટલે અનન્ય શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો અવસર. ભક્તો પ્રેમભાવથી બનાવેલા રેશમ-સૂતરના પવિત્રા ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી જીવનની પવિત્રતા અખંડ રહે તેવી પ્રાર્થના કરે છે. આ દિવસે પવિત્રાના હિંડોળામાં પ્રભુના દર્શન કરવાથી જીવ તમામ પાપોમાંથી મુક્ત બની પરમ શાંતિ અનુભવે છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ખાતે સદ્.શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીહરિને બાર બારણાંના હિંડોળે ઝુલાવ્યા હતા તે દિવ્ય સ્મૃતિમાં દર વર્ષે આ ઉત્સવ ખૂબ જ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે.