GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
લાઠીના આગણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નુ ૨૭/૮/૨૦૨૬ ના રોજ આગમન
રિપોર્ટેડ બાય: Kalpesh Kher, લાઠીપ્રકાશિત :
ફોટો 1 / 3
અમરેલી જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન થાસે તારીખ 27/8/2026 ના રોજ લાઠીના દુધાળા ગામે 'ગુજરાત ગૌરવ સરોવર'નું થશે ભવ્ય લોકાર્પણઅમરેલી જિલ્લાના આંગણે આગામી તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેવાના છે.
લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલ 'હેતની હવેલી' ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા દ્વારા નિર્માણ પામેલા ભવ્ય 'ગુજરાત ગૌરવ સરોવર' નું લોકાર્પણ ગૃહમંત્રીના વરદ્ હસ્તે સંપન્ન થશે.આ ભવ્ય લોકાર્પણ પ્રસંગને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ, ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા પણ આ ઐતિહાસિક પ્રસંગની તમામ વ્યવસ્થાઓને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેથી આ કાર્યક્રમ દિવ્ય અને ભવ્ય બની રહે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તથા સુરક્ષા અને વ્યવસ્થાની તમામ તૈયારીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે