મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બોયફ્રેન્ડને 1 હજાર આપવા ઘેરથી શાળાએ જવા નીકળેલ દીકરીઓ શાળાને બદલે કલાસ મેટને ત્યાં પહોંચી :- પિતાએ અભયમ બોલાવતા સત્ય બહાર આવ્યું

બોયફ્રેન્ડને 1 હજાર આપવા ઘેરથી શાળાએ જવા નીકળેલ દીકરીઓ શાળાને બદલે કલાસ મેટને ત્યાં પહોંચી :-  પિતાએ અભયમ બોલાવતા સત્ય બહાર આવ્યું — ફોટો 1

અમદાવાદ રિંગરોડને અડીને આવેલી એક શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ શાળાએ જવાને બદલે ક્લાસમેટના ઘરે પહોંચી જતાં ચકચાર મચી હતી. શાળા શરૂ થઈ ગયા બાદ બંને વિદ્યાર્થીનીઓ ગેરહાજર હોવાનું ધ્યાનમાં આવતા શિક્ષકે વાલીઓને જાણ કરી હતી. વાલીઓએ બંને શાળાએ જવા માટે ઘરેથી નીકળી હોવાનું જણાવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બંને વિદ્યાર્થીનીઓ ત્રીજી ક્લાસમેટના ઘરે મળી આવી હતી.

    શાળામાં વર્ગખંડમાં હાજરી પૂરતી વખતે બે વિદ્યાર્થીનીઓ ગેરહાજર હોવાનું ક્લાસ ટીચરના ધ્યાનમાં આવ્યું હતું. શાળાએ બંનેના વાલીઓને ફોન કરતાં તેઓએ દીકરીઓ ઘરેથી શાળાએ જવા માટે નીકળી હોવાનું જણાવ્યું હતું. એક વાલીએ બંને વિદ્યાર્થીનીઓ ત્રીજી ક્લાસમેટના ઘરે  જઇ શાળાએ જશે એવું જણાવતાં ત્યાં તપાસ કરવામાં આવી હતી. બંને વિદ્યાર્થીનીઓ ત્યાં જ મળી આવી હતી.

   અભયમના ઊંડાણ પૂર્વકની પૂછપરછ મા બોયફ્રેન્ડ માટે 1 હજારની વ્યવસ્થા માટે શાળાએ ગયા ન હતા ની કબૂલાત કરી

 બંને શાળાએ કેમ ન ગઈ તે અંગે પૂછપરછ કરતાં જેના ઘેર રોકાઈ ગયેલ તેઓએ મોડું થઈ ગયું હોવાનું કારણ જણાવેલ. જોકે, બાકીની બંને વિદ્યાર્થીનીઓ પોતાના વાલીઓને સંતોષકારક જવાબ આપી શકી નહોતી. આથી એક વિદ્યાર્થીનીના પિતાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે ત્રણેય વિદ્યાર્થીનીઓનું ઊંડાણપૂર્વક કાઉન્સેલિંગ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. એક વિદ્યાર્થીનીએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે તેની સાથે આવેલી મિત્રનું 16 વર્ષના એક યુવક સાથે અફેર છે. યુવકને તે દિવસે રૂ.1,000ની જરૂર હોવાથી તેણે પૈસાની માંગણી કરી હતી. યુવક તે વિદ્યાર્થીનીની સોસાયટીમાં રહેતા હોવાથી તેના મિત્ર મારફતે રૂ.1,000ની વ્યવસ્થા કરવા માટે બંને ત્રીજી ક્લાસમેટના ઘરે પહોંચ્યા હતા.

પિતાને અફેરની જાણ ન થાય તે માટે પૈસાની વ્યવસ્થા કરવા ગયા 

કાઉન્સેલિંગ દરમિયાન વધુમાં સામે આવ્યું હતું કે બોયફ્રેન્ડનો એક મિત્ર વારંવાર રૂ.1,000ની માંગણી કરતો હતો અને પૈસા નહીં આપે તો બોયફ્રેન્ડ તેમના પિતાને અફેર અંગે જણાવી દેશે તેમ કહેતો હતો. અગાઉ અફેરની જાણ થતાં પિતાએ દીકરીને માર માર્યો હોવા છતાં અફેર ચાલુ હોવાનું પણ કાઉન્સેલિંગ દરમિયાન સામે આવ્યું હતું. પિતાને ફરીથી જાણ ન થાય તે માટે રૂ.1,000ની વ્યવસ્થા કરવાના હેતુથી બંને વિદ્યાર્થીનીઓ શાળાએ ગઈ નહોતી.

અભયમે શાળાને જાણ કરી,દીકરીઓને સમજાવી વાલીઓને સોંપી

    અભયમની ટીમે સમગ્ર ઘટનાની જાણ શાળાને કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડ તેમજ તેના મિત્રને પણ બોલાવી મામલે પૂછપરછ કરવામાં આવી હતી. અંતે જરૂરી કાઉન્સેલિંગ અને સમજણ બાદ બંને વિદ્યાર્થીનીઓને સુરક્ષિત રીતે તેમના માતા-પિતાને સોંપવામાં આવી હતી. ઘટનાએ સગીર વયના બાળકોના સોશિયલ અને વ્યક્તિગત સંબંધો અંગે વાલીઓએ વધુ સતર્ક રહેવાની જરૂરિયાત ઊભી કરી છે.