GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બોરસદની યોગ પ્રતિભા ધ્વનિ રાણાને રાજ્ય સ્તરનો પ્રતિષ્ઠિત એકલવ્ય એવોર્ડ: સમગ્ર પંથક અને સમાજમાં ગૌરવની લહેર
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 5
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત રાજ્યકક્ષાના 'શક્તિદૂત ૨.૦' સમારોહમાં બોરસદના જયેશભાઈ રાણા અને સ્નેહલબેન રાણાની સુપુત્રી ધ્વનિ રાણાને ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત 'એકલવ્ય એવોર્ડ (જુનિયર)' એનાયત કરવામાં આવ્યો છે. યોગાસન ક્ષેત્રે મેળવેલી અસાધારણ સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મળેલી આ સિદ્ધિથી ધ્વનિ રાણાએ બોરસદ તેમજ સમગ્ર ચરોતર પંથકનું નામ રાજ્યસ્તરે રોશન કર્યું છે. આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ બદલ પરિવારજનો, સમાજના અગ્રણીઓ અને નગરજનો તરફથી તેમના પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.





