મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

શ્રી રૂપાવટી પ્રાથમિક શાળા - PM SHRI ગુજરાત ખાતે સરસ્વતી માતાની મૂર્તિની પ્રતિષ્ઠા, ભૂમિદાતાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સાથે માઁ સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું. એસ.એમ.સી. સમિતિના અધ્યક્ષ દશરથભાઈ ગોહિલના હસ્તે માઁ સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. વિદ્યાર્થીઓના જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારના વિકાસ માટે શાળામાં માઁ સરસ્વતીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવતા સૌમાં આનંદની લાગણી જોવા મળી હતી. શાળાના રમતના મેદાન માટે જમીનનું દાન આપનાર સ્વ. મંજુલાબેન મનસુખભાઈ મેળજાના પરિવાર તથા સ્વ. શાંતુબેન પોપટભાઈ ભટાસણાના પરિવારનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભૂમિદાતાઓના આ સેવાભાવી યોગદાન બદલ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને રમતગમતની વધુ સારી સુવિધા મળી રહે તે દિશામાં આ યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે. સરપંચ શ્રી રસિકભાઈ મેળજાના હસ્તે ધ્વજ વંદન કર્યા બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ, સંસ્કૃતિ, સામાજિક સંદેશ અને મનોરંજનસભર વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે વાલી મિટિંગ કરવામાં આવી. જેમાં શાળા વિકાસ, ગુણોત્સવ, નિપુણ ગુજરાત જેવા કાર્યક્રમ વિશે ચર્ચા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો, ભૂમિદાતાઓ, વાલીઓ, ગ્રામજનોનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.