GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
80 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, અમરેલીમાં પુર્વ સંઘ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ઘોળકીયાનું કરાયું સન્માન
રિપોર્ટેડ બાય: Kalpesh Kher, અમરેલીપ્રકાશિત :
ફોટો 1 / 5
અમરેલીમાં રાજ્ય કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો- પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા અને જળક્રાતી પર્યાવરણ ક્ષેત્રના અગ્રણીઓનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માનઅમરેલી, શનિવારરાજ્ય કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે એક ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ અવસરે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને અમૂલ્ય પ્રદાન આપનાર જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જળસંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ પદ્મશ્રી શ્રી સવજીભાઈ ધોળકીયા તેમજ પર્યાવરણ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર વિશિષ્ટ વ્યક્તિત્વોને શાલ અને મોમેન્ટો અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સાંસ્કૃતિક પર્વમાં મોટી સંખ્યામાં નગરજનો અને ઉત્સાહી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી સમગ્ર અમરેલી પંથકમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.





