GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
લાઠી / તાજપર ગામે નવા પંચાયત ભવનનુ ખાત મુહૂર્ત ઘારાસભ્ય જનકભાઇ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું
રિપોર્ટેડ બાય: Kalpesh Kher, અમરેલીપ્રકાશિત :
ફોટો 1 / 2
લાઠીના તાજપર ગામે નવા પંચાયત ભવનનું ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત તાજપર ગામે પંચાયત ભવનનું થશે નવ નીર્માણ
લાઠી તાલુકાના તાજપર ગામે ગ્રામ વિકાસને નવી દિશા આપનાર પંચાયત ભવનના નવ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત્ આયોજન સાથે સ્થાનિક ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંગલાચાર અને પૂજનવિધિ સાથે કરવામાં આવી હતી. પંચાયત ભવન ગામના શાસકીય તથા વિકાસલક્ષી કાર્યો માટે એક કેન્દ્રસ્થાન તરીકે કાર્ય કરશે. નવા ભવનમાં ગ્રામજનોને વિવિધ શાસકીય યોજનાઓની માહિતી, અરજીઓની પ્રક્રિયા, બેઠકઓ તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર માહોલ ઉપલબ્ધ થશે.
આ અવસરે ઘારાસભ્ય જનક તળાવીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તાજપર ગામે પંચાયત ભવનનું નવું નિર્માણ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગ્રામ વિકાસ, માર્ગ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્વચ્છતા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
સરપંચશ્રીએ જણાવ્યું હતું કે જૂનું પંચાયત ભવન જગ્યાની અછત અને અપૂરતી સુવિધાઓને કારણે ગ્રામજનો માટે અનુકૂળ ન હતું, જેથી નવું આધુનિક ભવન ગામ માટે આશીર્વાદરૂપ બનશે. તેમણે વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર અને ઘારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સૌએ ગામના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સરપંચ વિજયભાઇ બારડ, તાલુકા પંચાયતના સભ્ય, ગામના આગેવાનો, કાર્યકરતાઓ તેમજ સ્થાનીક ગ્રામ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતાં તાજપર ગામે પંચાયત ભવનના નવ નિર્માણ કાર્યથી ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને આવનારા સમયમાં ગામ વધુ સુવિધાસભર અને વિકાસશીલ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


