GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભાણવડના વેરાડ ગામમાં વીજ પાવર સ્ટેશન
રિપોર્ટેડ બાય: Rahul Patel, Bhanvadપ્રકાશિત :

ભાણવડના વેરાડ ગામમાં વીજ પાવર સ્ટેશન બનાવવાની કામગીરી થવાની ચર્ચા વચ્ચે ખેડૂતોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે આ જમીન સોલાર પ્રોજેક્ટ માટે આપવામાં આવી હોવાનું તેઓ માની રહ્યા હતા, જ્યારે ગ્રામજનો અને આસપાસના લોકોના જણાવ્યા મુજબ અહીં પાવર સ્ટેશન બનાવવાનું આયોજન છે. ચર્ચા એવી પણ છે કે ભાણવડ અને જામજોધપુર વિસ્તારમાંથી ઉત્પન્ન થતી વીજળી અહીં એકત્રિત કરવામાં આવશે. જોકે, સમગ્ર મામલે સત્તાવાર માહિતી અને પ્રોજેક્ટની વિગતો અંગે હજુ સ્પષ્ટતા જરૂરી છે.
