મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ત્રિરંગા યાત્રા રેલી

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી શિવાંશ ૧૫ સોસાયટીમાં ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સોસાયટીના બાળકો, પુરૂષો અને સ્ત્રીઓ ઉત્સાહભેર સામેલ થયા હતા. યાત્રાની શરૂઆત રાષ્ટ્રગાન અને ત્રિરંગાના દેશભક્તિ ગીતથી થઈ હતી. ત્રિરંગા યાત્રા રેલી સોસાયટીથી સૂર્યા સર્કલ સુધી કાઢવામાં આવેલ હતી. સોસાયટી દ્વારા યાત્રાના સમાપન બાદ ચોકલેટ અને ચીકકીનું વિતરણ કરવામાં આવેલ હતું.