મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિધિ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા "વિશ્વ સિંહ દિવસ" ની ઉજવણી

આજ રોજ 10 મી ઓગસ્ટ એટલે કે "વિશ્વ સિંહ દિવસ" હોય નિધિ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા તેની ઉજવણી સિંહના માસ્ક પહેરી તેમજ સિંહ વિશે માહીતગાર થઈ કરેલ હતી, તેમજ સિંહ વિશે શિક્ષક ગણ દ્વારા જણાવવામા આવેલ કે, સિંહ એક શક્તિશાળી અને જગતનું સૌથી પ્રખ્યાત જંગલી પ્રાણી છે. તેને "જંગલના રાજા" તરીકે ઓળખવામાં આવે છે. એશિયાઈ સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે, સિંહને સામાજિક પ્રાણી માનવામાં આવે છે. તેનું ઝુંડ 10થી 40ની સંખ્યામાં હોઈ, એશિયાઇ સિંહ બિલાડી વંશનું સસ્તન પ્રાણી, એશિયાઇ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે.

આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાતમા જૂનાગઢના સાસણ ગીરના જંગલમા જોવા મલે છે, અત્યારની સ્થિતિએ જૂનાગઢના ગીરના જંગલમા સિંહની સંખ્યા 891 નોંઘાયેલ છે, સિંહનુ સંરક્ષણ કરવુ તે આપણી સૌની જવાબદારી હોય, સૌ શિક્ષક ગણ તેમજ વિધાર્થીઓએ તે અંગે સંકલ્પ લીધેલ હતો. આ કાર્યક્રમમા નિધિ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દ્રષ્ટી ચાવડીયા, સ્નેહા માકડ તેમજ સમગ્ર શિક્ષક ગણ તેમજ વિધાર્થી ગણ જોડાયેલ હતો.