GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નિધિ સ્કૂલ શૈક્ષણિક પ્રવાસ
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ એસ. ચુડાસમા, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 5
નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા "સ્ટર્લીંગ હોસ્પિટલ"ની શૈક્ષણિક મુલાકાત
રાજકોટ શહેર મધ્યે આવેલ નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે મુલાકાત જલ્સ એકટીવીટી લેડીઝ ક્લબ દ્વારા કરવામાં આવેલ હતી, આ મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલમાં ચાલતી પ્રવૃત્તિઓથી માહિતગાર થવા માટે તેમજ ત્યાંના અલગ અલગ વિભાગો જેમ કે આઈ.સી.યુ વિભાગ, ફાર્મસી વિભાગ, રિસેપ્શન વિભાગ, ઓપરેશન વિભાગ, જનરલ વોર્ડ વિભાગ, વગેરે માં થતી કામગીરી થી માહિતગાર થાય એ માટે આ શૈક્ષણિક મુલાકાત ગોઠવવામાં આવેલ હતી, આ મુલાકાતમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ,જલ્સ એકટીવીટી લેડીઝ ક્લબના જલ્પાબેન દતાણી, હેમાલી મકવાણા તેમજ સ્કૂલના શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીગણ જોડાયેલ હતો, સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા વિદ્યાર્થીઓ માટે બહુ જ સુંદર વ્યવસ્થા ગોઠવેલ હતી, વિદ્યાર્થીઓ માટે ત્યાં ભોજનની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવેલ હતી, સ્ટરલિંગ હોસ્પિટલ તરફથી તેમની ટીમ આદિત્યભાઈ દિવેચા, દેવેન્દ્રભાઈ સિંહોરા, અંકિતામેડમ સિંગ, શિલ્પામેડમ વરૂ તથા સ્વાસ્થ્ય માર્ગદર્શન આપનાર નર્સ લીનાક્ષીબેન જેઠવા, અને ડૉ. તાનિયા મહેતા (એમ ડી.), ડૉ. શ્રેયા વઘાસીયા(નાક, કાન ગળાનાં) ઉપસ્થિત રહી સંપૂર્ણ માર્ગદર્શન તેમજ માહીતી પૂરી પાડેલ હતી.




