GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પાટડી તાલુકામાં વિચરતી વિમુક્તિ જાતિ અને પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે 37 મફત પ્લોટ મંજૂર કરાયા
રિપોર્ટેડ બાય: Sanjay Chauhan, સુરેન્દ્રનગરપ્રકાશિત :

દસાડા તાલુકામાં તા.07 ઓગસ્ટના રોજ મળેલી તાલુકા લેન્ડ કમિટીની બેઠકમાં પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નબળા જરૂરિયાતમંદ પરિવારો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વિચરતી અને વિમુક્ત જાતિના લાભાર્થીઓ માટે ૨૫ મફત પ્લોટ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે 12 પ્લોટ મંજુર કરવામાં આવ્યા છે. આમ, કુલ 37 મફત પ્લોટ ફાળવવા મંજૂરી આપવામાં આવતા તાલુકાના ગરીબ પરિવારોને પોતાનું ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં રાહત મળશે.
