મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ખેડબ્રહ્માની આટઁસ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

વિશ્વના આદિવાસી સમુદાયને માનવ અધિકાર અપાવવા વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) દ્વારા એક સમિતિની રચના કરેલ અને આદિવાસીઓ અને તેમની પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરવામાં આવી હતી તેથી દર વષેઁ 9 મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એજ રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આટઁસ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ આદિવાસી વિસ્તારમાં આવેલી છે અને કોલેજમાં 80% થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનો આદિવાસી સમાજના અભ્યાસ કરે છે. તેથી આદિવાસી સમાજની ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા અરવલ્લી વિધાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જેઠાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાયઁક્રમ યોજાયો હતો.

જયારે મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જીલ્લા પંચાયતના પ્રમુખ રીનાબેન પટેલ, અધ્યક્ષ જશુભાઈ પટેલ, આચાર્ય રોહીત દેસાઈ તથા અન્ય આમંત્રિત મહેમાનો અને વિધાથીઁઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાયઁક્રમ નુ સંચાલન આદિવાસી વિધાથીઁઓ દ્રારા ઢોલ ના તાલે કરવામાં આવતા જીલ્લા પંચાયત પ્રમુખ સહીત વિધાથીઁઓ લોકનૃત્યમાં જોડાયા હતા. સમગ્ર કાયઁક્રમનુ આયોજન શક્તિસિંહ સોલંકી, જમનાબેન ગામેતી અને રક્ષિતાબેન રાઠોડ દ્રારા કરવામાં આવ્યુ હતુ.