GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 15 બસોનુ લોકાર્પણ કરતા મંત્રી પી.સી.બરંડા
રિપોર્ટેડ બાય: ભરત ચૌહાણ, ખેડબ્રહ્માપ્રકાશિત :
ફોટો 1 / 2
આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના નાગરિકો સુધી વાહનવ્યવહારની સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા” અંતર્ગત 15 નવીન બસોને મંત્રી પી.સી.બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ નવીન બસો મુખ્યત્વે આદિજાતિના બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવી છે.
આ બસો વિશેષ રૂપે શાળા-કોલેજોના સમયે જ સંચાલિત કરવામાં આવશે એટલે અંતરિયાળ વિસ્તારના બાળકો સમયસર અને સુરક્ષિત રીતે પોતાની શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચી શકે જેથી સમયસર શાળાકીય અભ્યાસ વગઁમાં પહોચી શકે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી, જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, પ્રાયોજના વહીવટદાર વિશાલ સકસેના, પ્રાંત અધિકારી નિમેષ પટેલ સહીત અમલીકરણ અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


