GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ચોરીની 19 બાઈકો સાથે ખેડબ્રહ્માથી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરતી LCB પોલીસ
રિપોર્ટેડ બાય: ભરત ચૌહાણ, ખેડબ્રહ્માપ્રકાશિત :

સાબરકાંઠા એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર તરફ જતા રોડ પર એલસીબી પોલીસ ઈન્સ્પેકટર તથા વાહન ડિટેક્શન સ્કવોડઁ પોલીસ સબ ઈન્સ્પેકટર વી આર ચૌહાણની ટીમે ચેકીંગ હાથ ધરતાં બાતમી વાળો બાઈક સવાર રાજસ્થાનના જોગીવાડનો ઓમપ્રકાશ ઉફેઁ ઓપીયાભાઈ બાધાભાઈ ખેર આવી પહોચતાં તેનુ ચેકીંગ હાથ ધરતાં કોઈ ડોક્યુમેન્ટ આપી ન શકતાં તેની ધરપકડ કરીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ પૂછપરછ હાથ ધરતાં બીજી 18 બાઈકોની કબુલાત કરતાં કુલ રુપીયા 4 લાખ 10 હજાર નો મુદ્દામાલ રીકવર કરીને વધુ કાયઁવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ 19 બાઈકોમાં ખેડબ્રહ્મા, વડાલી, ઈડર તાલુકા ઉપરાંત રાજસ્થાન ની પણ બાઈકોનો સમાવેશ થાય છે.
