GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઓરબીટ સ્માર્ટ સ્કૂલની અંડર-17 કબડ્ડી ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન, જિલ્લા કક્ષાએ પસંદગી
રિપોર્ટેડ બાય: Nikunj Kataria, અટોદરાપ્રકાશિત :
ફોટો 1 / 5
ઓરબીટ સ્માર્ટ સ્કૂલની અંડર-17 કબડ્ડી ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન, જિલ્લા કક્ષાએ પસંદગી
ઓરબીટ સ્માર્ટ સ્કૂલ માટે ગૌરવની ક્ષણ છે. SGFI દ્વારા આયોજિત તાલુકા કક્ષાની અંડર-17 કબડ્ડી સ્પર્ધામાં ઓરબીટ સ્માર્ટ સ્કૂલની ટીમે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પોતાની પસંદગી સુનિશ્ચિત કરી છે. વિદ્યાર્થીઓએ ઉત્તમ રમત, શિસ્ત અને ટીમ ભાવનાનું પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમની આ સફળતા બદલ શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.આ પ્રસંગે શાળાના સંચાલકશ્રી મનસુખભાઈ સરખેલીયા તથા આચાર્યશ્રી નિકુંજભાઈ કટારિઆ અને ફાલ્ગુનીબેન પટેલએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનું નામ વધુ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી. ટીમને સતત માર્ગદર્શન અને તાલીમ આપવા બદલ કોચ – મેક ઇન સ્પોર્ટ્સનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઓરબીટ સ્માર્ટ સ્કૂલ પરિવાર તમામ ખેલાડીઓને તેમની આ ભવ્ય સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે અને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ઉજ્જવળ સફળતાની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે. 🏆👏





