મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કુમકુમ મંદિરના સંતો ૩૧ જુલાઈથી લંડનમાં સત્સંગનો લાભ આપશે

સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે તા. ૩૦ - ૭ - ૨૦૨૬થી પધારી રહ્યા છે.    તા. ૩૧ જુલાઈ થી ૧૭ ઓગષ્ટ સુધી લંડનના પાર રોડ- સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ - યુ.કે. ખાતે નિવાસ કરશે અને નિત્ય સાંજે ૭ - ૦૦ થી ૯ - ૦૦ અને દર શનિવાર અને રવિવાર સાંજે ૫ - ૦૦ થી ૭ - ૩૦ સત્સંગ સભામાં મોટીવેશનલ સ્પીકર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી ભાવિક ભક્તોને તેમની અમૃતવાણીનો લાભ આપશે. તા.૧૮ ઓગષ્ટના રોજ તેઓ પાછા અમદાવાદ કુમકુમ મંદિર ખાતે પધારશે.   આ વિચરણ દરમ્યાન કીર્તનભક્તિ, શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, શ્રી હરિનું ષોડ્શોપચારથી પૂજન, સામૂહીક આરતી, યુવા શિબિર, સંતવાણી આદિ વિવિધ કાર્યક્રમો યોજાશે.   આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, કુમકુમ મંદિર લંડન છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત છે. આ મંદિરના પાટોત્સવ પ્રસંગે તા. ૧ ઓગષ્ટના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ સાંજે ૫ - ૩૦ થી ૭ - ૩૦ ઉજવાશે અને તા.ર ઓગષ્ટના દિવસે સવારે ૮ - ૦૦ થી ૧૨ - ૦૦ સુધી ૧૩મા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી લંડનની ભૂમિ ઉપર ૮ વખત પધાર્યા છે અને સૌને સંસ્કાર અને સદાચારના પિયુષ પાયા છે.   વધુ માહિતી માટે સંપર્ક કરવો:- જાદુભાઈ હીરાણી - +447917080602