મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

થરા-શિહોરી હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલ્ટ્યું, તેલ એકત્ર કરવા લોકોની ભીડ ઉમટી

થરા-શિહોરી હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટ્યું: તેલ એકત્ર કરવા લોકો દોડીઆવ્યા થરા-શિહોરી નેશનલ હાઈવે પર કંડલાથી દિલ્હી તરફ જઈ રહેલું તેલ ભરેલું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર રોડની બાજુમાં પલ્ટી ખાઈ ગયું હતું.અકસ્માત બાદ ટેન્કરમાંથી તેલ લીક થતું હોવાની જાણ થતાં આસપાસના ગામોના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. કેટલાક લોકો વાસણો અને ડબ્બા લઈને તેલ એકત્ર કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં શિહોરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે લોકોને ઘટનાસ્થળેથી દૂર હટાવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી તેમજ હાઈવે પર વાહનવ્યવહારને પણ સુચારુ બનાવ્યો હતો. પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.