GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભાટસણ પગાર કેન્દ્ર શાળા પી.એમ.શ્રી ગુજરાતમાં 500 સ્ટીલની ડીશોનું દાન: દાતા અરવિંદજી જયંતીજી ઠાકોરનું શાળા પરિવાર દ્વારા સન્માન
રિપોર્ટેડ બાય: નીલ કુમાર, ભાટસણ, સરસ્વતી, પાટણપ્રકાશિત :
ફોટો 1 / 4
ભાટસણ પગાર કેન્દ્ર શાળા પી.એમ.શ્રી ગુજરાત ખાતે સમાજસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડતા દાતાશ્રી શ્રી અરવિંદજી જયંતીજી ઠાકોર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે 500 સ્ટીલની ડીશોનું દાન કરવામાં આવ્યું. આ ઉમદા કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ શિક્ષક શ્રી ધીરજ પંચાલ દ્વારા દાતા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું.
સમગ્ર સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં શાળાના તમામ બાળકોને દાતાશ્રીના હસ્તે સ્ટીલની ડીશોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના ચિત્ર શિક્ષક શ્રી માસુમપુરી ગોસ્વામીએ પણ આ સેવાકીય કાર્યથી પ્રેરાઈ શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટીલની ચમચીઓ ભેટ સ્વરૂપે આપવાની જાહેરાત કરી, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી.
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા દાતાશ્રી શ્રી અરવિંદજી જયંતીજી ઠાકોર તથા શ્રી માસુમપુરી ગોસ્વામીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સમાજમાં શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા સેવાભાવી કાર્યો પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.




