મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ધારણોજથી દૂધારામપુરા માર્ગ પર જહુ માતાજી પ્રવેશ દ્વાર પાસે વર્ષોથી ભરાતા વરસાદી પાણી: ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ પરેશાન

પાટણ તાલુકાના ધારણોજથી દૂધારામપુરા જવાના મુખ્ય રસ્તા પર આવેલ જહુ માતાજી પ્રવેશ દ્વાર નજીક ચોમાસાની ઋતુમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સામે આવી છે. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાના કારણે સ્થાનિક ગ્રામજનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પ્રસિદ્ધ જહુ માતાજી મંદિરના દર્શનાંર્થી હજારો શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે રહ્યો છે.

ચોમાસા દરમિયાન પણ જહુ માતાજી મંદિરે દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. પરંતુ પ્રવેશ દ્વાર પાસે જ ઘુંટણસમા પાણી ભરાઈ જતા લોકોને પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. પાણી નીચેના મોટા ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતનો સતત ભય રહે છે. શાળાએ જતા નાના બાળકો અને ગ્રામજનો માટે આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે.