GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
7 મહિનાથી લવ મેરેજ કરી આવેલી પુત્રવધૂ એકપણ દિવસ રસોઇ અને ઘરકામ ન કરતા સાસુએ ઠપકો આપતા પુત્રવધુએ અભયમ બોલાવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ શહેરમાં મેરેજ કરીને સાસરે આવેલી એક પરિણીતાએ ઘરકામને લઈને સર્જાયેલા વિવાદમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી. સ્થળ પર પહોંચેલી અભયમ ટીમે બંને પક્ષની વાત સાંભળી કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું હતું.
સાત મહિનાથી લવ મેરેજ કરી આવી પણ એકપણ દિવસ રસોઈ ઘેર ન બનાવી ,કચરા પોતું વાસણ નથી કરતી સુસાઈડની ધમકી આપે છે
પુત્રવધૂના કોલના આધારે અભયમ ટીમ તેના ઘરે પહોંચી હતી. ત્યાં સાસુએ ટીમને જણાવ્યું હતું કે પુત્રવધૂને લવ મેરેજ કરીને ઘરમાં આવ્યા સાત મહિના થયા હોવા છતાં આજદિન સુધી તેણે એક દિવસ પણ ઘરમાં રસોઈ બનાવી નથી. ઉપરાંત કચરો કાઢવો, પોતું કરવું કે વાસણ સાફ કરવા જેવા ઘરકામ પણ કરતી નથી. દીકરાનો માસિક પગાર માત્ર રૂ. 20 હજાર હોવાથી રોજ બહારથી જમવાનું મંગાવવાથી ઘરના ખર્ચમાં વધારો થાય છે અને કોઈ બચત પણ થતી નથી.સાસુના જણાવ્યા મુજબ જ્યારે પુત્રવધૂને ઘરકામ અને રસોઈ અંગે સમજાવવામાં આવે છે ત્યારે તે રિસાઈને પિયર જતી રહે છે. એટલું જ નહીં, સુસાઇડ નોટમાં પતિ અને સાસુનું નામ લખીને આત્મહત્યા કરી લેવાની ધમકી પણ આપતી હોવાનું જણાવ્યું હતું.
લવ મેરેજનો અર્થ રસોઈ,ઘરકામ માંથી મુકિત નથી,દામ્પત્ય જીવનનો ભાગ છે જે પરસ્પર સમજણથી નિભાવો
અભયમ ટીમે પુત્રવધૂ સાથે અલગથી કાઉન્સેલિંગ કરીને સમજાવ્યું હતું કે લવ મેરેજ બંને પક્ષે પોતાની જવાબદારી સ્વીકારીને કરવામાં આવે છે. દામ્પત્ય જીવનમાં પરસ્પર સમજ, સહકાર અને જવાબદારી જરૂરી છે.લવમેરેજ કર્યા એનો અર્થ એ નથી કે રસોઈ અને ,ઘરકામ માંથી મુકિત. અંતે અભયમ ટીમે બંને પક્ષને કાયદાકીય જાણકારી આપીને શાંતિપૂર્ણ રીતે સાથે રહેવા અને પરસ્પર સહયોગથી દામ્પત્ય જીવન નિભાવવાની સલાહ આપી હતી. કાઉન્સેલિંગ બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં મામલો થાળે પડ્યો.
