મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પાટણના હમીદપુર ગામના રહીશો પીવાના પાણીની ગંભીર સમસ્યાથી પરેશાન

પાટણના હમીદપુર ગામના રહીશો પીવાના પાણીની ગંભીર સમસ્યાથી પરેશાન, પાટણના કલેકટર અને તંત્ર પાણી પુરવઠા વિભાગને જાણ કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે એવી માગ 

પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ધરોઈ યોજના નું પાણી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાઈ    ​પાટણ: પાટણ જિલ્લાના હમીદપુર ગામની મહિલાઓએ અને પુરુષોએ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ગામની વરિષ્ઠ મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમના ગામમાં હાલ જે પીવાનું પાણી ઉપલબ્ધ છે, તે પીવા લાયક નથી તેમાં ક્ષાર વધારે છે અને ટીડીએસ નું પ્રમાણ વધારે છે જે પાણી ગામમાં આવે છે તેમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધારે છે, જે પીવાને લાયક નથી. આ દૂષિત પાણી પીવાને કારણે ગામના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. ઘણી મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના હાડકા અને પગમાં દુખાવો છે, અને અનેક મહિલાઓએ આ સમસ્યાના કારણે ઓપરેશન પણ કરાવ્યા છે.મહિલાઓએ જણાવ્યું કે તેમને અત્યારે ચાલવામાં પણ તકલીફ પડી રહી છે અને ગામમાં ત્રણથી ચાર મહિલાઓએ પગના ઓપરેશન કરાવ્યા છે ગ્રામજનોએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને વિનંતી કરી છે કે, હમીદપુર ગામમાં ધરોઈ યોજનાનું પાણી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. જો સરકાર આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવશે, તો ગામની મહિલાઓ અને અન્ય લોકોને આ હાડમારીમાંથી મુક્તિ મળશે.