મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગોધરાના ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજીના હસ્તે રૂ. ૧૧૧ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

રાજ્ય સરકારના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યનું માળખું વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે ગોધરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજી ના હસ્તે કુલ રૂપિયા ૧૧૧ લાખ ના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

ગોધરા તાલુકાના કલ્યાણ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે નવસ્વરૂપે તૈયાર કરાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ-સેન્ટરનું ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર શરૂ થવાથી ગ્રામજનોને પોતાના ઘર નજીક જ સસ્તી અને અસરકારક સારવાર મળી રહેશે.

જેમાં ગર્ભવતી મહિલાઓની નિયમિત તપાસ, રસીકરણ અને પોષણ અંગેની સલાહ, સગર્ભા અને બાળકોની વિશેષ સંભાળ તથા કુટુંબ કલ્યાણની સેવાઓ., સામાન્ય બીમારીઓની પ્રાથમિક સારવાર, આરોગ્ય જાગૃતિ અને ચેપી રોગો પર નિયંત્રણ સાથેબગ્રામજનો ખાસ કરીને મહિલાઓ અને બાળકોને દૂર સુધી જવામાંથી મુક્તિ મળશે.

આ ઉપરાત બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસના ધ્યેય સાથે ગોધરા તાલુકાના રતનપુર રેલીયા ખાતે પ્રાથમિક શાળામાં રૂ. ૭૬ લાખના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ બનનારા ૦૬ નવીન વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ધારાસભ્યશ્રીની ભલામણથી ટૂંક સમયમાં જ મંજૂર થયેલા આ ઓરડાઓ બદલ શાળા પરિવાર અને સ્થાનિક ગ્રામજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી આભાર માન્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં જ ધારાસભ્યશ્રી દ્વારા મંજૂર થયેલ રળિયાતા પ્રાથમિક શાળાના ૪ ઓરડાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યો, ભાજપા જિલ્લા તથા તાલુકા સંગઠનના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સર્વશિક્ષા અભિયાનના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.