GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગોધરા.. બે વર્ષથી દામાવાવ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ
રિપોર્ટેડ બાય: અનસ દાવલા ગોધરા, ગોધરાપ્રકાશિત :

ગોધરા. પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈ નાઓને હ્યુમન સોર્શીસ તથા ટેકનીકલ એનાલીસીસ દ્વારા બાતમી મળી હતી કે કે,દામાવાવ પો.સ્ટે. એ પાર્ટ નં.૦૩૨૯/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૨,૧૭ મુજબના અપહરણના ગુન્હાના કામનો આરોપી થાવર ઉર્ફે ભુરો ફુલાભાઈ બારીયા રહે. સાજોરા નિશાળા ફળિયું તા.ઘોઘંબા જી.પંચમહાલનાનો હાલ જામનગર બાજુ મજુરી કામ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમી આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી મોજે-કુન્નડ તા.જોડીયા જી.જામનગર મુકામેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે આરોપી તથા ભોગબનનારને દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા છે.
