મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગોધરા.. પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ

ગોધરા.. પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના  અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ   પંચમહાલ     ગોધરા.. પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને શનિવારે  કલેકટર કચેરી સભાખંડ, ગોધરા ખાતે જિલ્લા આયોજન મંડળના વિવિધ કામોની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.   બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટર અજય દહિયા દ્વારા અધ્યક્ષનું  સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ સંસદ સભ્યો ધારાસભ્યો તેમજ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓનું પણ આવકારપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  અધ્યક્ષની અનુમતિથી જિલ્લા આયોજન અધિકારી પંચમહાલ ગોધરા દ્વારા બેઠકના એજન્ડા મુજબ મુદ્દાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.   આ સમીક્ષા બેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪, વર્ષ ૨૦૨૪-૨૦૨૫, વર્ષ ૨૦૨૫-૨૦૨૬ અને વર્ષ ૨૦૨૬-૨૦૨૭ દરમિયાન હાથ ધરાયેલા તમામ કામોની સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ (MPLADs) યોજના હેઠળ મંજૂર થયેલા કુલ ૮,૮૯૯ કામો પૈકી ૬,૭૮૦ કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.   બેઠકના અંતે માન. પ્રભારી મંત્રી દ્વારા તમામ પ્રગતિ હેઠળના અને બાકી કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે પખવાડીક (દર ૧૫ દિવસે) ધોરણે સતત સમીક્ષા કરી સમયમર્યાદામાં કામગીરી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.