GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ખેડબ્રહ્મા શહેરમાં રથયાત્રામાં ભક્તોનો ઘોડાપુર
રિપોર્ટેડ બાય: ભરત ચૌહાણ ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માપ્રકાશિત :
ફોટો 1 / 3
ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારના રાધાકૃષ્ણ મંદિરથી સવારે 9 કલાકે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થઈને સાથે પ્રસ્થાન થયા હતા. જે ગામ વિસ્તાર, બસ સ્ટેશન, સ્ટેશન રોડ, સરદાર પટેલ રોડ, સિવીલ રોડ થઈને મોસાળ કાબરા પરિવારને ત્યાં વિસામો અપાયો હતો અને ભગવાનનુ મામેરુ ભરવામાં આવ્યુ હતુ. રથયાત્રામાં ટ્રસ્ટીઓ, ગોપી મંડળની બહેનો, શહેરના ભાવિક ભક્તો, મોટી સંખ્યામાં જોડાયા હતા.



