મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

રાજુલા પંથકમાં કીશોર દ્વારા બળાત્કાર ગુજારતા રાજુલા પોલીસમાં ફરીયાદ નોંધાઈ

રાજુલા પંથકમાં કીશોર દ્વારા બળાત્કાર ગુજારતા રાજુલા પોલીસમાં ફરીયાદ નોંધાઈ — ફોટો 1
અમરેલી તા ૧૮ ભારતીય સંસ્કૃતિ અધ:પતન ની દિશા તરફ આગળ વધી રહી હોય તેમ છાસવારે અઘટિત ઘટનાઓ સામે આવી રહેલ છે જેમાં સમાજમાં શર્મનાક ઘટનામાં રાજુલા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં એક કિશોરે એક કિશોરી ઉપર બે બે વાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ થતા ભદ્ર સમાજમાં ભારે ચકચાર મચી ગયેલ હતી.                         પ્રાપ્ત વિગત મુજબ રાજુલા પંથકમાં એક ૧૬ વર્ષના કિશોર દ્વારા બાવળની કાંટમાં કુદરતી હાજતે ગયેલ એક કિશોરી નું બાવડું પકડી નીચે પછાડી દઈ  બળજબરી દુષ્કર્મ આચરેલ હતું અને આ વાત કોઈને કહેતો મારી નાખવાની ધમકી પણ આપેલ હતી આ કિશોરે અગાઉ પણ એક વાર દુષ્કર્મ આચરેલ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવેલ હતું.