GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અમરેલી જિલ્લાના કુકાવાવમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી
રિપોર્ટેડ બાય: કલ્પેશભાઇ ખેર, અમરેલીપ્રકાશિત :
મોટી કુંકાવાવ તા,૧૬ ના રોજ જય બજરંગ ગૌશાળા અને રામા મંડળ દ્વારા આજ સાંજ ના ૪.૦૦ કલાકે રણુજા પ્લોટ વિસ્તાર માં આવેલ લુલી લંગડી અશક્ત ગાયોની સેવા કરતા જય બજરંગ ગૌશાળા થી શોભાયાત્રા શરું થયેલ હતી. નવી પટેલ વાડી સુધીના વિસ્તારમાં મોતી અને ધાનના સ્વસ્તિકો સાથે સુંદર કલાત્મક રંગોળીઓથી કુંકાવાવનાં રોડ રસ્તાઓ શોભતાં હતા. આ રૂટ ઉપર જય રામાપીરનાં નાદ અને ડીજેનાં તાલે ભક્તિમય દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. જેમાં અબિલ ગુલાલ ની છોળો સાથે આ શોભાયાત્રા માં વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આ પ્રસંગે ગુરુદત આશ્રમ અમરાપુર ધાનાણી નાં મહંત શ્રી વસંત બાપુ બાપુ, સાકરીયા હનુમાનજી મંદિર કુંકાવાવનાં મહંત શ્રી વામનદાસબાપુ, રામજીમંદિરનાં પુજારી શ્રી પ્રભુદાસબાપુ, નવી હવેલીથી કમલજી મુખ્યાજી, પીઠડીયા આશ્રમથી અલ્પેશ ભગત, ગોવિંદ સ્વામી વગેરે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી. શોભાયાત્રા મેઈન રોડ બસ સ્ટેન્ડ વિસ્તાર ઉપરથી રાસ ગરબાની રમઝટ સાથે પસાર નવી પટેલ વાડી સુધી પહોંચી હતી. જ્યાં સંતો મહંતો અને જય બજરંગ ગૌશાળા મંડળ તેમજ રામા મંડળના દરેક સભ્યોનાં વરદ હસ્તે રણુજા રાજા રામદેવપીરની સુંદર આરતી ઉતાવામાં આવેલ હતી. સાથે સાથે સંતો મહંતોને શાલ ઓઢાડી સન્માનિત કરી પ્રસાદ સાથે ભેટ પુજા અર્પણ કરવામાં આવેલ હતી. ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેમજ ગ્રામજનો નિરોગી રહે અને આવા ધાર્મિક પ્રસંગો ગામમાં ઊજવાતા રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કુંકાવાવનાં યુવા સરપંચ સંજયભાઈ લાખાણી તેમજ જય બજરંગ ગૌશાળા અને રામા મંડળના પ્રમુખ શ્રી બાલાભાઈ કુનડીયા એ આવેલ તમામ મહેમાનો અને ગ્રામજનો નું હ્દય પુર્વક આભાર દર્શન કરેલ હતું. ઉલ્લેખનીય છે કે કુંકાવાવના વિવિધ વિસ્તારોમાં જેમ કે ગરબીચોકમાં અબોલ જીવોની સેવા એજ કર્મના સિદ્ધાંતથી કામ કરતા ચેતન ભગત સાગલાણી (જય રામાપીર) તેમજ બાલકૃષ્ણ રામા મંડળ વાળા ભીખાભાઈ ધાનાણી, જય ખોડીયાર રામા મંડળ ગ્રુપ, નાજાપુર દરવાજા વિસ્તારમાં આવેલ પીરજીના તકીયે પણ અષાઢી બીજ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.
