મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાબરાના નાની કુંડળ ગામેથી એક શખ્સને દેશી બનાવટની બંદુક સાથે અમરેલી એસઓજી દબોચી લીધો

બાબરાના નાની કુંડળ ગામેથી એક શખ્સને દેશી બનાવટની બંદુક સાથે અમરેલી એસઓજી દબોચી લીધો — ફોટો 1
બાબરાના નાની કુંડળ ગામેથી દેશી બંદૂક સાથે વૃદ્ધ ઝડપાયો અમરેલી એસઓજીની કાર્યવાહી ​ ​અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો ડામવા માટે સક્રિય બનેલી અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. એસઓજીની ટીમે બાબરા તાલુકાના નાની કુંડળ ગામે રેડ કરી એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. ​ રાજ્યમાં ગંભીર ગુનાઓ અટકાવવા અને ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, અમરેલી એસઓજી  ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાની કુંડળ ગામમાં આવેલ સાત હનુમાન મંદિર પાસેની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.   પોલીસની રેડ દરમિયાન વાડીમાંથી મનજીભાઈ સવાભાઈ ઓળકીયા (ઉ.વ. ૬૦, રહે. નાની કુંડળ, તા. બાબરા) નામના શખ્સ ને હાથ બનાવટની દેશી જામગરી બંદૂક સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ૧૦૦૦ રૂપિયાની કિંમતનું આ હથિયાર કબજે કરી આરોપીની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં હિમ્મતભાઈ ઉકાભાઈ ઓળકીયા નામના અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.